દુશ્મનોને સબક શીખવવા જેવું બીજું કોઈ પરાક્રમ નથી.
દેશની રક્ષા ખાતર લડવા જેવું બીજું કોઈ પરાક્રમ નથી.
સૌંદર્ય પૂજાતું આવ્યું છે પ્રત્યેક કાળમાં આ દેશમાંહી,
અબળાની લાજ રક્ષવા જેવું બીજું કોઈ પરાક્રમ નથી.
વસે છે અભણ કેટલાય જે વંચિત છે ભણતર થકીને,
કોઈ નિરક્ષરને શીખવવા જેવું બીજું કોઈ પરાક્રમ નથી.
ભટકે છે ભણેલાય પામવા નોકરી બેકારોની કતારમાં,
લાયકાતે નોકરી આપવા જેવું બીજું કોઈ પરાક્રમ નથી.
છે અજગર ભરડો સ્વાઈન ફલૂનો દેશના કોઈ વિસ્તારમાં,
જરુરતમંદને ઊકાળો પાવા જેવું બીજું કોઈ પરાક્રમ નથી.
ચૈતન્ય જોષી પોરબંદર. ' દીપક '