23 ફેબ્રુઆરી પ્રતિયોગિતા શબ્દ ➖ પાદર
*વિજેતા ક્રમાંક ચતુર્થ 4⃣*
???????????
માધોપૂર ગામનો રિવાજ કે પરણવા જતાં વરરાજાએ પાદરે ઉભેલા વડલાને નમન કરી ને જ પરણવા જવાનું
એવો જ એક બીજો રિવાજ કે મૃતકને પહેલો વિસામો પાદરે આપવો
પાદરનો વડલો વર્ષોવર્ષથી આ બધું નિર્લેપભાવે જોયા કરે.પરંતુ આજે જ્યારે ઘરે લગ્નની તૈયારી ચાલી રહી હતી ત્યારે જ વતનકાજે શહીદી વહોરનાર ગામના જવાનની સ્મશાન યાત્રા એ જવાનને પાદરે પહેલો વિસામો આપ્યો ત્યારે પાદરનો વડલો હચમચી ગયો.
વિભૂતિ દેસાઈ ઘાસવાલા બિલીમોરા