*કદીક સીધું, કદીક આડું,*
*ચાલ્યાં કરવાનું આ ગાડું...*
*કર્મની ઘંટી દળતી રહેતી,*
*થોડુંક ઝીણું, થોડુંક જાડું...*
*સપનાંઓને રોકો ત્યાં તો,*
*ઇચ્છાઓનું આવતું ધાડું...*
*આપ હૈયું ખાલી કરીએ,*
*સાવ નકામું ભરવું ભાડું..!*
*આંસુનાં તોરણો બાંધીને,*
*આંખો પૂછે, સેલ્ફી પાડું..?*
*ઘડીક અંદર, બહાર ઘડીકમાં,*
*શ્વાસોશ્વાસને બંન્ને હાથે લાડું...*
*મંઝીલ છેલ્લી છે સામે પણ,*
*જીવન રોજેરોજ ઉતરે આડું...*
*તો આ જીવન છે,*
*જીવી લો મઝાનું..!*