ભરપૂર શક્તિનો ભંડાર એ યૌવન.
શક્યતા જેમાં પારાવાર એ યૌવન.
જાણે કે જોઈ લો ૠતુમાં વસંત,
કરે પાષાણે પ્રાણસંચાર એ યૌવન.
અશક્યને કહી દે અલવિદા કદીએ,
પુરુષાર્થે જોમ અપરંપાર એ યૌવન.
દફનાવી દે નિરાશાને નિષ્ફળતાને,
કર્મયોગ જેનો હો આધાર એ યૌવન.
સફળતા વસે સદા એની મૂઠીમાંહે,
જરુરત એની છે સૂત્રધાર એ યૌવન.
ચૈતન્ય જોષી પોરબંદર. ' દીપક '