Gujarati Quote in Blog by રામાશ્રય જ્યુબીલી

Blog quotes are very popular on BitesApp with millions of authors writing small inspirational quotes in Gujarati daily and inspiring the readers, you can start writing today and fulfill your life of becoming the quotes writer or poem writer.

બાગબગીચે શોભા વધારે પતંગિયું.
રહેતું સદાય પુષ્પો સથવારે પતંગિયું.

સાવ હળવુંફૂલ એ ભમતું રહે સદા,
રંગવૈવિધ્યે બાગને શણગારે પતંગિયું.

સાચે લાગે કેવું નિર્દોષ રંગના ઊભારે,
જઈ ચડતું ફૂલ પાસે વારેવારે પતંગિયું.

ક્વચિત્ કોઈ બાળ કરગ્રહીને રમાડે,
એની અંગુલીમાં રંગ પ્રસારે પતંગિયું.

ઉડતું, હરખતું હોંશેહોંશે મન મુસકાતું,
ભાસતું કેવું ભોળું એ આકારે પતંગિયું.

ચૈતન્ય જોષી પોરબંદર. ' દીપક '

Gujarati Blog by રામાશ્રય જ્યુબીલી : 111098178
New bites

The best sellers write on Matrubharti, do you?

Start Writing Now