કદીએ ના ભૂલી શકું વફા તારી.
તારા સ્નેહ થકી ટકું વફા તારી.
એક શ્વાસમાં બંને સમાયાં હતાં,
દેહ મારો તારું નામ રાખું વફા તારી.
કદી પણ ના થાય વિસ્મૃતિ યાદોની,
હરઘડી હરપળ તને ઝંખું વફા તારી.
વાત હતી સમર્પણની કે સમાવાની,
ઉર ધબકારે કદી ના ચૂકું વફા તારી.
ઓગાળ્યું તે અસ્તિત્વ મારી બની,
તારી વફા સામે ખુદ ઝૂકું વફા તારી.
ચૈતન્ય જોષી. ' દીપક ' પોરબંદર.