આ ડાળે થી કોયલ ટહુકી
ને રૂંવે રૂવે જાગ્યું ગીત !
ક્યાંક વસંત આવ્યા ની એંધાણી !
આ પથરાઈ પીળાં ફૂલો ની ચાદર
ને આંબે આવ્યા મહોર !
ક્યાંક વસંત આવ્યા ની એંધાણી !
આ મીઠડો કેસુડો છે મહેક્યો
ને હવા માં પ્રેમ નો પમરાટ !
ક્યાંક વસંત આવ્યા ની એંધાણી !
આ વસંત મોહી છે તારી પર
ને તું જો મોહે મારા પર ..
ક્યાંક વસંત આવ્યાં ની ખાતરી !