આંગળીના વેઢે ગણી નાખો તમે
વર્ષો જિંદગીના ભણી નાખો તમે.
ૠણાનુબંધ છે સંબંધો આપણા,
તાણાવાણા જેમ વણી નાખો તમે.
છો પૂરેપૂરા સભાન અવસ્થામાને?
એકાદ ચૂંટી ખુદને ખણી નાખો તમે.
વધી ગઈ છે નિરાશા જિંદગાનીમાં,
ખૂટે છે આશા એમાં ઘણી નાખો તમે.
ક્યાંક જો આવી જાય ભૂલેચૂકે તો,
હારને નિજહસ્તે હણી નાખો તમે.
ચૈતન્ય જોષી પોરબંદર. ' દીપક '