❤ *એકલતા*❤
??????????
એક લત્તાના ગયા પછી થયો મારે એકલતાનો અવતાર.
સ્મશાનવત્ શાંતિ સઘળે વરતાતી થયાં સૂનાં ઘરને બાર.
આમ તો ડગલેપગલે એની કચકચ મને સંભળાતી હતી,
તોય ભમતી,રમતી,ગમતી જાણે કે સત્તાધારી કોઈ નાર.
વાતવાતમાં પડતા વાંધાને મનાવું તોય માનૂની ન માનનાર,
તેમછતાં એ મુજ ઉરે વસતી હૂકમ કરતી રખેને સૂત્રધાર.
કોરી ખાતી ઘરની દિવાલો મન પણ ગ્રસિત હજારો વિચાર,
ભરખી જનારું એકાંત પણ કેવું ! નહિ વાર કે તહેવાર..!
ઊભય હાજરીમાં ન સમજાતું કદીય અસ્તિત્વ મને એનું,
ગયા પછી પડી ખબર કે ચૂક્યો હતો ગુમાવી હું પારાવાર.
મનોમન રહ્યો છું હું પ્રાર્થી કે ઈશ આવતે જન્મ એ સંસાર,
દેજે ભાર્યા ભગવંત મને તું જેના થકી દીપનારો વ્યવહાર.
*ચૈતન્ય જોષી પોરબંદર. '* *દીપક '*
??????????