જિંદગી, તું કેવી છે ?
ક્યારેક મીઠા મધ જેવી તો
ક્યારેક કડવી ઝેર જેવી છે.
જિંદગી , તું કેવી છે ?
ક્યારેક લાગણી થી છલોછલ તો
ક્યારેક શુષ્ક પથ્થર જેવી છે.
જિંદગી , તું કેવી છે ?
ખુશી થી છલકાતી ક્ષણો લાવતી તું
તો ક્યારેક આંસું પણ થીજી જાય એવી
કારમી ક્ષણો થી ભરપુર તું છે.
જિંદગી, તું કેવી છે ?
તને ચાહવાનું પણ મન થાય તો
ક્યારેક તારા થી નફરત પણ થઈ જાય છે.
જિંદગી, તું જેવી છે તેવી
તારા પ્રવાહ સાથે વહેતાં શીખવું છે.
પડવું છે , તુટવુ છે, વિખરાવવુ છે પણ
ફરી થી ઉભા થઈને તારી સાથે વહેવું છે.
જિંદગી, તું કેવી છે ?
તને સમજવા જઈએ તો અધરી ને
જો તને સહજતાથી સ્વીકારી લઈએ તો
સાવ સીધી સાદી છે.