?? *મિત*??
❤❤❤❤❤❤❤❤
પ્રભુ તું છો જન્મોજન્મનો મિત મારો.
નામસ્મરણે ભવોભવનો સંચિત મારો.
નથી સમજાતા દ્વંદ્વો જગતના મુજને,
પ્રભુ તું છો પળેપળ ઉરે અંકિત મારો.
નયન પણ રહ્યાં ઉઘાડબંધ ક્ષણેક્ષણે,
પ્રભુ તું છો સ્તવને રાગ સંગીત મારો.
હરી લે હરિ મોહમાયા સઘળી મારી,
પ્રભુ તું છો અંતરે સદા આસિત મારો.
મિલનોત્સુક ઉર મારું તવકાજે ધબકે,
પ્રભુ તું છો થઈને નિમિત્ત સંકેત મારો.
*ચૈતન્ય જોષી. ' દીપક '* *પોરબંદર.*
?????????