આ જીંદગી ની કંઈક અલગ જ મજા છે...
કોઈ ની જોડે વાત કરવા ની મજા
તો કોઈ ની રાહ જોવા ની મજા
કોઈ ના સ્પેશિયલ થવા ની મજા
તો કોઈ ને લાઈફ ના સ્પેશિયલ બનાવા ની મજા...
કોઈ ને લવ કરવા ની મજા
તો કોઈ નો લવ પામવા ની મજા
કોઈ ને દુઃખ શેર કરવા ની મજા
તો કોઈ ના દુઃખ માં ભાગ લેવાની મજા...
કોઈ ને હરાવા ની મજા
તો કોઈ ની સામે ખુશી ખુશી હારવા ની મજા...
કોઈ નું દિલ જીતવા ની મજા
તો કોઈ ને દિલ આપવા ની મજા...
કોઈ ને પ્રેમ થી હુલામણા નામ આપવા ની મજા
તો કોઈ પાસે થી હુલામણા નામ સાંભળવા ની મજા...
દોસ્તો સાથે મસ્તી ની મજા
તો ક્યારેક એમની ગાળો સાંભળવા ની મજા...
ક્યારેક ખોટું બોલવા ની મજા
તો ક્યારેક સાચું બોલી ને ગુસ્સો સહન કરવા ની મજા...
નાની વાત માં ખુશ રેવા ની મજા
તો મોટા મોટા દુઃખ ને સહન કરવા ની મજા...
આ બધી મજા માં
મારી તો બસ એક જ મજા...
દોસ્તો...
તમારી સાથે મારાં વિચારો શેર કરવા ની મજા...
- કિંજલ સોનછત્રા