દીધો મનુષ્ય અવતાર પ્રભુ કરુણા તારી.
ન મળતો જે વારંવાર પ્રભુ કરુણા તારી.
માતપિતાને ભ્રાતા ભગિની સાથ દેનારાં
ભાર્યા શોભાવે પરિવાર પ્રભુ કરુણા તારી.
અન્ન, વસ્ત્રને આવાસ મળી રહેતાં સદા,
માનું તારો હરિ ઉપકાર પ્રભુ કરુણા તારી.
થાય કામ માનવતાનાં પરાના મુખે ઉચ્ચાર,
દીપે તવ સ્મરણે સંસાર પ્રભુ કરુણા તારી.
ના કોઈનું દિલ દૂભાવું ના અહિત વિચાર,
વર્તને વસી જાય સદાચાર પ્રભુ કરુણા તારી.
ચૈતન્ય જોષી. ' દીપક ' પોરબંદર.