" ડર લાગે છે "
કદી હિંદુ ને મુસ્લિમ નો તો કદી
મુસ્લિમ ને હિ્દુ નો ડર લાગે છે,
કદી તવંગર ને ગરીબ નો કદી
ગરીબ ને તવંગર નો ડર લાગે છે,
ફક્ત જુઠા ને સાચા થી તો શું
સાચા ને ય જુઠા નો ડર લાગે છે,
હવે તો સાધુ ને મૌલવી તો
મૌલવી ને સાધુ કટ્ટર લાગે છે,
ક્યાં જઇને અટકશે
આ અવિશ્વાસ કેરી ભાવના,
લંગોટીયા મિત્રો ના માવતરો ય અે
મિત્રતા થી કાંપતા થર થર લાગે છે,
ખરું જો કહો તો હવે મનુષ્ય
માત્ર ને મનુષ્ય નો ડર લાગે છે,
ભીતર તગતગે છે ગભરુ ખંજન
ભલે બહાર થી આદર લાગે છે,
ક્યાંક શુન્યમનસ્ક ચિત્ત માંહે હજુ
ઉંડે ઝલકતી કદર લાગે છે,
કેવળ ડુંગરાઆે જ શું હવે તો
માણસો ય દુર થી જ સુંદર લાગે છે,
જગત કેરી કેડી અે ચાલતાં ' માસુમ "
ને હવે તો ખુદ નો ય ડર લાગે છે.
( માસુમ પાલનપુરી )