Gujarati Quote in Shayri by Umakant

Shayri quotes are very popular on BitesApp with millions of authors writing small inspirational quotes in Gujarati daily and inspiring the readers, you can start writing today and fulfill your life of becoming the quotes writer or poem writer.

સ્નેહિ શ્રી અક્ષયભાઈ કંથારીઆની પ્રસાદી ?
*કરી શકો તો કરી બતાવો,*
*ને કોરી આંખે રડી બતાવો.*

*ગણિત તમારું જો હોય પાકું,*
*વહ્યાં જે આંસુ ગણી બતાવો.*

*કર્યા વિના બસ હા-જી બધામાં,*
*વિરુદ્ધ વ્હેણે તરી બતાવો.*

*દશા અમારી સમજવા માટે,*
*ડુમા ને ડુસકાં ગળી બતાવો.*

*બહાદુરીની પરીક્ષા કરવા,*
*લ્યો, ખુદની સાથે લડી બતાવો.*

*મઝા મળીતી જે સ્વપ્ન જોઈ,*
*પ્રભુ એ સપનું ફરી બતાવો.*

*સરળ છે જીવન કહો છો ઈશ્વર,*
*બની ને માણસ જીવી બતાવો.*
? Good Morning ?

Sent from Yahoo Mail on Android

Gujarati Shayri by Umakant : 111096539
New bites

The best sellers write on Matrubharti, do you?

Start Writing Now