જોઈ પારેવડાં ને આવ્યો એક વિચાર ,
નથી એમને બેંક કે નથી ઘરબાર ...
મળશે શું ચણમાં ને ક્યાં ..?
નથી એની ચિંતા ને નથી દરકાર...
તાપ ને ઠંડી સહેતા બારેમાસ ,
છતાંય રહે છે બેફિકર ને બિન્દાસ્ત..
તોય નિત્ય ઉઠી સવારે કરે કલબલાટ ,
પાંખો પર રાખી વિશ્વાસ, રહે છે એ મોજમાં દિવસ ને રાત ...
અને એક છે વિશ્વમા સૌથી શક્તિશાળી આપણી આ માનવજાત ,
પાસે હોવા છતાંય બધું ય, રોજ કરે એ નીતનવી ફરિયાદ ...