મજબૂર છું ખુદથી ખુદને સમજવામાં.
મજબૂર છું મારાંથી મારાં તરછોડવામાં.
એ શક્ય નથી બધાં સમજી શકે હંમેશ,
મજબૂર છું મારી ભાવનાને ત્યજવામાં.
કરી ભલાઈ તો ગણાયો મૂરખમાં વખતે,
મજબૂર છું એના જેવું નહીં આચરવામાં.
પોતાનાં જ કેવાં અરિવત્ વર્તી રહ્યાં કદી,
મજબૂર છું સચ્ચાઈ સન્મુખ ન લાવવામાં.
નમ્રતાને નિર્બળતા ગણી કેવી ભૂલ એની,
મજબૂર છું એની કક્ષા એને ન કહેવામાં.
ચૈતન્ય જોષી. ' દીપક 'પોરબંદર.