?????
હે કૃષ્ણ !
સ્વર્ગનાં દ્વાર ઉઘાડો
ને સ્વાગતમાં સ્વયમ પધારો
જુઓ કે કેટલાં બધાં લાડકવાયા
તવ સરણ માં આવ્યા છે
એને લીલા તોરણે વધાવો
ને શોર્ય ગીત ગવડાવો
જુઓ કે વીર સપૂતો આવ્યા છે
ધન્ય થયું તુજ ઘર ને
ધન્ય તારું આંગણ થયું
એ દેશ કાજે કુરબાન થઈને આવ્યા છે
તારી આંખોને એણે પાવન કરી
હવે હૃદયથી સ્નેહ વરસાવો
કે એને છાતી સરસા લગાઓ
કોના દીકરા કોના પતિ કોના ભાઈ
કે કોઈ માસૂમ ના પ્રેમાળ પિતા આવ્યા છે
હે કૃષ્ણ સ્વર્ગનાં દ્વાર ઉઘાડો
ને સ્વાગતમાં સ્વયમ પધારો
કે લાડકવાયા આવ્યા છે !