ક્યારેય કદી એળે ન જાય કુરબાની શહીદોની.
જે દેશ ખાતર શહીદ થાય કુરબાની શહીદોની.
ત્યજી ઘરબાર કુટુંબ કબીલા સરહદે જે જાય,
મા ભોમ જેને જોતાં હરખાય કુરબાની શહીદોની.
સમર્પણ જેનું છે સૌથી સવાયું દેશપ્રેમ દેશદાઝ,
શાન તિરંગાની એથી જળવાય કુરબાની શહીદોની.
આત્મભોગે સેવા કરનારા ઈતિહાસમાં અમર છે,
જેને નીરખી હરિ પણ પુલકાય કુરબાની શહીદોની.
ૠણી છે દેશ ખપી જનારા એ શહીદોનો સદાય,
કોઈ કિંમતે એ મૂલ ના ચૂકવાય કુરબાની શહીદોની.
ચૈતન્ય જોષી. ' દીપક ' પોરબંદર..