આ ટેરરિસ્ટ એટેક નથી, બસ રાહ ભટકેલાં યુવાનનું કૃત્ય છે,
કશ્મીરમાં કે બીજા ઘણા રાજ્યોમાં દેશવાસીઓ પોતાને ભારતીય માનવા તૈયાર નથી.

યુવાનોમાં વિશ્વાસ જગાવવાની જરૂર લાગે છે. નહીંતર ભારતને બીજાઓ કરતાં દેશવાસીઓથી જ ખતરો છે.

Gujarati Motivational by Mahendra Sharma : 111094313
Mahendra Sharma 8 year ago

વાત દયાની નથી વાત છે કે આપણે દેશમાં કેવો માહોલ બનાવવો છે. રોજ કોઈ ભાગી ઉભો થાય એવા માહોલમાં કોઈ સુરક્ષિત નહીં રહે.

Kamlesh 8 year ago

ભાઇ રાજા તો પહેલાં પછી સેના... આપણે જ એવાઓને સત્તા પર બેસાડી રાખ્યા છે કે એમને આ બધાંથી કંઈ જ ફરક નથી પડતો... જો સરકાર ધારે તો પાકિસ્તાનને વિશ્વના નકશામાંથી ગાયબ કરતાં આપણી ફૌજને કેટલો સમય લાગે...?

ધબકાર... 8 year ago

હું શહીદો માટે દયા નહીં પણ ન્યાય ની વાત કરું છું... રાજકારણ ને હું દેશ હિતમાં ક્યારેય વચ્ચે લાવવા માગતો નથી... અને લાવતો પણ નથી... સળી તો કરીજ છે એટલે માત્ર સવાલ સળગાવવાનો જ છે...

Kamlesh 8 year ago

પણ એક વાત કહીશ કે હવે જે નિર્ણય લેવાનો હોય એ સેના લે... નહિં કે આ લૂચ્ચા રાજકારણીઓ.... અને બતાવી દે કે સળી કરીશો તો સળગી જશો...

Kamlesh 8 year ago

અને દયા ભાવ તો ભટકેલા પર દાખવવાનો હોય ને...શહીદ તો અમર થઇ ગયા એમની દયા ખાવાની ના હોય એમને તો બિરદાવવાના હોય... દયા ખાઇને એમની શહાદત ને ના લજવાય...

Kamlesh 8 year ago

સત્યવચન ભાઇ... કુરુક્ષેત્ર યુદ્ધનું મુખ્ય કારણ તો ધૃતરાષ્ટ્રનો આંધળો પુત્રપ્રેમ જ હતો ને...?

ધબકાર... 8 year ago

ચાલો ભાઈ હું જાઉં... પણ આ પ્રશ્ન હમેશાં મનમાં રહેશે... માનવાધિકાર અને દયા માત્ર भटकेला આતંકીઓ માટેજ કેમ..!? શહીદ સૈનિકો નું શું..!? સદા ખુશ રહો... સદા જીવંત રહો... જય શ્રી કૃષ્ણ...

ધબકાર... 8 year ago

તો તો કોઈપણ ગુનેગાર હોય એ ના ઘરનો દોષ કહેવાય ને કે એમણે એવું વાતાવરણ આપ્યું એટલે એવો બન્યો...??

Shefali 8 year ago

હા હું પણ... રાહ ભડકેલો યુવાન તો ક્યારેય ન કહેવાય...

ધબકાર... 8 year ago

તમારી બધીજ વાત સાચી હોઈ શકે છે પણ હું એ વાત સાથે કોઈપણ રીતે સહમત નથી કે આ આતંકી કૃત્ય નથી. કોઈ રાહ भटकेलो યુવાન છે.

Kamlesh 8 year ago

આતંકી જ છે ભાઇ... પણ શ્યામ માંથી શાકા બને તો શાકા માંથી શ્યામ પણ બની જ શકે છે.... ગર્ભમાં શીશુ નક્કી નથી કરતું કે હું અવતરીને આતંકવાદી કે ઓફિસર બનીશ... એ તો જેવા પરીબળો વચ્ચે ઉછરશે એવું જ બનશે ને...?

Kamlesh 8 year ago

હાઁ... એ જ... જો ત્યારે લાહોર પાછું ના આપવામાં આવ્યું હોત તો આજે પરિસ્થિતિ જુદી હોત...

ધબકાર... 8 year ago

એ તમે સારી રીતે શોધી શકશો. મને તો આ ભટકેલ આતંકી જ લાગ્યો.

Shefali 8 year ago

હું જૈન છું.. અહિંસા, કરુણા, દયા એ મારા ધર્મનો પાયો છે... તો પણ એક વક્ત મેં ક્યાંક વાંચ્યું હતું કે કોઈ ગુરુદેવ ના પ્રવચનમાં સાંભળ્યું હતું કે દેશ માટે રાજા યુદ્ધ કરે તો એને એટલા બધા કર્મો નો દોષ ના લાગે કારણ કે એ એનો ધર્મ છે... પ્રજા ની સુખાકારી એ જ સર્વોપરિતા.. એના માટે દયા દાખવવી જરૂરી નથી

Kamlesh 8 year ago

કેમ ભાઇ... એક રેપિસ્ટ અને એક ટેરીરીસ્ટમાં શું ફેર....?

ધબકાર... 8 year ago

દેશદાઝ નો સખત અભાવ. ગુનો એ ગુનો જ છે છતાં પણ હું રોડ ઉપર કોઈ કચરો નાખે અને આવા કૃત્યો કરે એમને ક્યારેય એક નજરે ના જોઈ શકું.

Kamlesh 8 year ago

તો પછી એમનામાં અને આપણામાં શું ફેર...."દયા ધર્મ કા મૂલ હૈ"...

Shefali 8 year ago

હા બધાની માનસિકતા બદલાઈ છે...ચોક્કસ.. પણ આવું કૃત્ય કરનાર ને હું રાહ ભટકેલો ગણીને એના તરફ દયા ભાવના રાખવાની જગ્યાએ આતંકી જ ગણીશ

Kamlesh 8 year ago

પછી એ ઘર પૂરતું હોય,ગામ સ્તરે હોય કે રાષ્ટ્ર સ્તરે હોય ...

Kamlesh 8 year ago

ગુનો કરે છે લાલચ... અને એ હવનામાં બલી ચઢે છે માણસો અને માણસાઈ..

Kamlesh 8 year ago

પણ એના માટે પ્રજા એકમત હોવી ઘટે....ભાઇ.... આ જે ચોકમાં જઇ ઊભા રહો જાણે ખબર પડી જશે કે આ સ્ટેટસીયા મોબાઇલમાં જ દેશદાઝ દાખવે છે કે હકીકત જેવું પણ કંઇ છે.... ભાઇ બધા પોતપોતાના પૂરતા જ છે... કોઇક ના ફાટેલામાં કોણ પગ નાખે આપણે આપણું જુઓને.... આ છે આપણી માનસિકતા...

ધબકાર... 8 year ago

બળાત્કારી પણ રાહ भटकेलो કારણ પોર્ન ફિલ્મો અને મિત્રો બહેકાવે છે. આતંકી પણ રાહ भटकेलो કારણ લોકો માઇંડ wash કરે છે. ખુની પણ રાહ भटकेलो કારણ પરિસ્થિતિ એને એના માટે પ્રેરે છે. આ દુનિયામાં ગુનો કોણ કરે છે???

Shefali 8 year ago

અને પાકિસ્તાન ને એ જીતેલી જમીન પાછી આપવાની જગ્યાએ એ દેશ ના બીજા ટુકડા કરી દીધા હોત તો આપણા દેશ માટે સારું રેત.. જે થઈ ગયું એતો બદલાવાનું નથી પણ ભવિષ્યમાં કોઈ દુર્ઘટના ના બને એના માટે સચેત તો રહેવાય જ

ધબકાર... 8 year ago

એ જ તો છે અયોગ્ય નિર્ણયો. અને આ જ ફર્ક છે इसरायलनी પ્રજા અને આપણી પ્રજામાં. ત્યાં પત્થરબાજો નો શું હાલ કરે છે એ તો જાણો છો ને..??

Kamlesh 8 year ago

એમને મોતનો સાથ મળે છે.... હૈદર મૂવી જોઈ લે જો એકવાર...

Shefali 8 year ago

હા રાજકારણી વિશે કંઈ ખાસ બોલવા જેવું નથી , પણ જ્યારે કોઈ એકલ દોક્કલ નેતા કાશ્મીર વિશે કંઈ કરવા જાય ત્યારે એમને ક્યાં સાથ મળે જ છે

Kamlesh 8 year ago

આતંકવાદીથી પણ ઉતરેલા એવા રાજકારણીઓ શેફાલીજી.... આતંકવાદી સામે ચાલીને કહે તો છે કે હું આતંકવાદી છું....

Kamlesh 8 year ago

અચ્છા... તો જ્યારે ઇંદિરાગાંધી એ પાકિસ્તાન પર હુમલો કર્યો ત્યારે આપણી ફોજ લાહોર સુધી પહોંચી ગઇ હતી અને એ યુદ્ધમાં તો સેંકડો જવાનો શહિદ થયા હતા.... તો કેમ લાહોર જીતીને પાછું આપી દીધું...? અને ઉત્તર દિશામાં ચિનાઓ ભારત સામે લડ્યા અને અમુક ભાગ પર કબ્જો જમાવી ને બેસી ગયા ત્યારે પણ શહિદ તો સેંકડોની સંખ્યામાં થયા હતા... એમણે કેમ આપણી જમીન પાછી ના આપી...?

Shefali 8 year ago

જે આર્મીના જવાનોએ કુદરતી આફત વખતે પોતાની પરવાહ કર્યા વિના કાશ્મીરીઓ ની મદદ કરી હતી એ જવાનોને આમ મારતા જીવ કેમનો ચાલ્યો એ યુવાનનો... અને એના મનમાં ઝેર ભરનાર તો આતંકવાદીઓ જ હશે કદાચ...

ધબકાર... 8 year ago

વિકલ્પ ક્યારેય અંતિમ ના હોઈ શકે પણ એને યોગ્યતા ના ત્રાજવે તોલવો જ રહ્યો. આટલા સૈનિકો ની શહાદત પછી કોઈપણ રીતે એને યોગ્ય કહી ના શકાય.

ધબકાર... 8 year ago

આ એજ પત્થર બાજ હતો જે ભટકેલ હતો. કદાચ પેલેટ ગન થી આવા કેટલાક ઓછા થાત તો શું ફેર પડત... ત્યારે છાવર્યા એટલે આ દિવસ આવ્યો... ક્યારેક તો કોઈક નિર્ણય પર આવવું પડશે ને..!?

Kamlesh 8 year ago

એ છેલ્લો વિકલ્પ નથી?

ધબકાર... 8 year ago

Gengrin થાય એ અંગ નાછૂટકે કાપવું જ પડે છે...

Kamlesh 8 year ago

આજે ઔવેશી જાહેરમાં કહે છે કે,મોદી અમારા દેશનો વડાપ્રધાન નથી,તો શું ઔવેશી પાકિસ્તાની છે?...એને હિન્દુસ્તાની હોવાનો પાઠ ના ભણાવવો જોઇએ?

Kamlesh 8 year ago

રોહિતભાઇ શરીરના કોઇ અંગમાં સડો આવે તો એની પાટાપિંડી કરશો કે એ અંગ જ કાપી દેશો...? અહિંયા વકાલત જેવું કંઇ છે જ નહીં,સત્ય પર ધ્યાન દોરવામાં આવ્યું છે અને સત્યનું કડવું હોવું તો સહજ છે ને....?

ધબકાર... 8 year ago

તમે કેમ આમની વકાલાત કરી રહ્યા છો..!!?? ભૂલી ગયા લાગો છો એ કવિતા "સોટી વાગે છમ છમ વિધ્યા આવે ધમ ધમ". હમેશાં રાહ બતાવવુંજ સાચું હોત તો મહાભારત ક્યારેય ના થાય. એ પણ રાહ ભટકી ગયા હતા, બધા ભાઈઓ જ હતા. છતાં એક સમય એવો પણ આવે જ્યારે ભવિષ્ય સુધારવા અયોગ્ય લાગે એવા પણ નિર્ણયો લેવા જોઈએ. આપણા આ સૈનિકો બચાવવા જતાં આવા રાહ ભટકેલા ભલે ઓછા થતાં... ભૂલ ચૂક માફ કરજો... જય શ્રી કૃષ્ણ...

Kamlesh 8 year ago

એકદમ સાચું ભાઈ.... ત્યાંની યુવાપેઢીનું બ્રેઇનવોશ કરીને અવળા રસ્તે ચઢાવવામાં આવે છે...

The best sellers write on Matrubharti, do you?

Start Writing Now