?? *સંતાન*??
?????????
માતાપિતાની આંતરડી ઠારે તે સંતાન.
માતાપિતાની આબરુ વધારે તે સંતાન.
આમ તો કર્મસંજોગે બધું મળનારું,
ડગ ભરતાં માબાપનું વિચારે તે સંતાન.
સાચી મૂડી માબાપ માટે છે સંતાન,
સંસ્કારો દેખાય જેના આચારે તે સંતાન.
કોઈ એકોતર તારે કોઈ નામ બોળે,
સદગુણોથી જીવન સુધારે તે સંતાન.
રહે મર્યાદામાં સદા મધુભાષી બને,
આંગણે અતિથિ આવકારે તે સંતાન.
સંપ સલાહને સહકારથી જીવે જે,
માતાપિતાને જે ગણકારે તે સંતાન.
કરે સેવા વૃદ્ધાવસ્થા આવતાં એની,
હોય વિવેક જેના વ્યવહારે તે સંતાન.
*ચૈતન્ય જોષી. ' દીપક '* *પોરબંદર.*
??????????