માતાપિતાની સેવા કરવાની છે ફરજ આપણી.
આંતરડી એમની ઠારવાની છે ફરજ આપણી.
જન્મ આપી મોટા કર્યા સદાય ઇચ્છ્યું હિત,
ઉપકારનો બદલો વાળવાની છે ફરજ આપણી.
પોતે જાતે વેઠીને કેટકેટલું કર્યું સંતાન ખાતર,
એની વૃદ્ધાવસ્થા સુધારવાની છે ફરજ આપણી.
ૠણ એટલું છે મોટું કે કદીય ના ચૂકવી શકાતું,
ઘરડાઘરથી એને દૂર રાખવાની છે ફરજ આપણી.
એને દુઃખી કરીને જગતમાં કોઈ સુખી થયું નથી,
સ્નેહ, પ્રેમ, આદર એને આપવાની છે ફરજ આપણી.
નહિ સ્વીકારે ઇશ્વર પ્રાર્થના જો એ હશે કોચવાતાં,
ઇશ્વરથીય અધિક એને ગણવાની છે ફરજ આપણી.
ચૈતન્ય જોષી. ' દીપક ' પોરબંદર.