*લોહી*????????
??????????????????
પોતાનું લોહી રેડીને ત્રિરંગાની શાન વધારે છે.
ધન્ય એની જનેતાને મળે એને ગૌરવ ભારે છે.
આત્મભોગે સેવા જેનો હોય જીવનમંત્ર સદા,
કુરબાની દેશકાજે જેઓની દેશપ્રેમ ધબકારે છે.
કરી પ્રાણ ન્યોછાવર દેશદાઝે જે ખપી જનારા,
ઓઢીને ત્રિરંગો જે મૃત્યુને સહજ સ્વીકારે છે.
ધન્ય એ સૈનિક, એની માતા અને પૂર્વજો એના,
મૃત્યુ પર થઈને વિજયી ઈતિહાસ શણગારે છે.
નથી ભૂલાતા વીરો કે એમની શહાદત કદી પણ,
વીતે છોને યુગોનાયુગો લોકો સદૈવ સંભારે છે.
*ચૈતન્ય જોષી . ' દીપક '* *પોરબંદર..*