આજે એક એવી વાત કરવી છે જે સમાજ ને લગતિ છે. તમારા બધા નો અભિપ્રાય આવકારનીય રહેશે.
વાત કરવી છે આ યુગ ના યુવા વર્ગ ની, દિશા વગર ભણતર માં જોડાય છે, પછી વધારે ભણવાનું બહાનું કરી ફોરેન જતા રહે છે. થોડા વર્ષ રહી ત્યાં નું culture ફાવી ગયુ છે કરી અહીં પરણવા આવશે અને એક છોકરી જોડે લગ્ન કરી છોકરી ને પણ ત્યાં લઈ જશે. આમ અહીંથી યુવાધન ત્યાં છુટ થી રહેવા ટેવાઈ જાય છે.
અહીં માબાપ એકલા રહેવા ટેવાઈ જાય છે. આમ સમાજ નું માળખું બદલાતું જાય છે. શું વધારે ભણી ને વધારે કમાવા ની ઈચ્છા માં આપણે સમાજ ને એક મોટું નુકસાન નથી કરી રહ્યા???
આવનારા બાળકો ને સંસ્કાર કોણ આપશે??
આ વ્યવસ્થા થી જે નુકસાન થઈ રહ્યું છે તે આવનારા 10 વર્ષમાં સમજાશે ત્યારે ઘણું મોડું થઈ ગયું હશે.
આ તો મારો વિચાર છે??
આપનો શું મંતવ્ય છે??