Gujarati Quote in Thought by Tanvi Tandel

Thought quotes are very popular on BitesApp with millions of authors writing small inspirational quotes in Gujarati daily and inspiring the readers, you can start writing today and fulfill your life of becoming the quotes writer or poem writer.

રડ્યા રે અઢળક ગુલાબો પ્રેમના તહેવારે
આક્રોશ ને આંસુ બન્ને ભેગા આંખને પલકારે
સમરાંગણથી શહીદોના શબ આવ્યા દ્વારે
અગનપિછોડી ઓઢી સૂતાં માતૃભૂમિ રક્ષા કાજે
કેટલીયે વનિતા,માં, ભગીની ના રુદિયા રડે એકાંતે
બને છે કેમ રક્તરંજિત ભૂમિ આમ છાશવારે..
નાપાક ઈરાદા લઈ બેઠા આતંકી દુશ્મનો સીમાએ
લડવાને તત્પર છે જ્યાં હજારો સૈનિક શુર વીરાઓ.
સમય નથી આ શોકનો કે બે દિન પૂરતો ડીપી બદલવાનો
લાચારી મૂકીને નેવે કરવી પડશે ચિંતા સો ભારતવાસીઓ એ
સાચી શ્રદ્ધાંજલિ અર્પિત જ્યારે નિવેડો આવશે કાશ્મીરનો
મૂકો હવે રાજનીતિની લપ સમય આવ્યો વળતા પ્રહારનો
શહીદોની શહાદતને સાંભળી આંસુ સારિશું આમ ક્યાં સુધી??
કરો સર્જીકલ સ્ટ્રાઈક જેથી પરચો મળે રાષ્ટ્રીય એકતા નો
જે જોઈ રડવું ના પડે ક્યારેય કોઈ પરિવારે આમ વારંવારે...

Gujarati Thought by Tanvi Tandel : 111093549
New bites

The best sellers write on Matrubharti, do you?

Start Writing Now