*જીવન *
ધન્ય છે એ જનેતાને જણે શુરવીરો આ હિન્દુસ્તાન માટે આપ્યા છે, જીવન આખું નોછાવર કરી આપ્યું આ દેશના હિત માટે.
આપણે દિવાળી રમીએ ભલે એ માટે એ રમે જીવન થી. હોળી રમવા આપણી પાસે ઘણા રંગો છે, મારા શુરવીરો કેસરીયા રમે હથીયારોથી.
જાણે એ જીવન બહુ ઓછું છે,
હસતાં હસતાં મુખે શહીદ થઈ જાય છે.
ચૂપ નહીં બેસે હવે દેશનો હર નાગરિક જવાન છે.જીવન લાખો મળે તો આ દેશ માટે કુરબાન છે.
હવે આ આંખો નહીં રડે, લડશે જ્યાં સુધી દેહમાં પ્રાણ છે.
આવા મારા દેશ ભક્ત ને કોટી કોટી વંદન છે.
નારાણજી જાડેજા
નર
ગઢશીશા, માંડવી, કચ્છ.