આકાશ તારે નવલખ તારાઓની જમાત
આકાશ તારે ચાંદ સૂરજની છે અમીરાત.
વિશાળ અવની તણું તું છત્ર બની શોભતું,
આકાશ તારે ક્યારે કરવી ધરાથી મુલાકાત?
ચોમાસે તું ચમકતું, ગરજતું, વરસતું કેવું!
આકાશ તારે મેઘધનુષની સપ્તરંગી ભાત.
બનીને શોભા ધરતીની સર્વને તું ઢાંકનારું,
આકાશ તારે ખીલવું રોજબરોજ પ્રભાત.
સંધ્યા સમે ધરી રંગ અવનવાને હરખાતું,
આકાશ તારે કરવી જાણે ઇશ્વરથી વાત !
ચૈતન્ય જોષી. ' દીપક ' પોરબંદર..