Gujarati Quote in Blog by રામાશ્રય જ્યુબીલી

Blog quotes are very popular on BitesApp with millions of authors writing small inspirational quotes in Gujarati daily and inspiring the readers, you can start writing today and fulfill your life of becoming the quotes writer or poem writer.

મા ભારતીની રક્ષા કાજે જેનું જીવન સપૂતો તમને નમન છે શતશત.
જેની કુરબાનીને લાખલાખ છે વંદન સપૂતો તમને નમન છે શતશત.

ત્યજી ઘરકુટુંબને પરિવાર જે દેશની સલામતી ખાતર જિંદગી જીવનારા,
જેના ઉરે પ્રગટી હશે દેશદાઝની લગન સપૂતો તમને નમન છે શતશત.

મોજશોખને રંગરાગ ત્યજીને જે આહૂતિ આપે છે નિજપ્રાણની દેશમાટે,
જેનાં રુંવેરુંવે ભરી દેશપ્રેમની અગન સપૂતો તમને નમન છે શતશત.

બલિદાન એમનું અમર સદાકાળ મા ભારતીના અંતરે લખાઈ જતું સહજ,
જેને શહાદત બાદ તિરંગાના વસન સપૂતો તમને નમન છે શતશત.

પ્યારી કુરબાની કરી જેણે દુઃશ્મનોના દાંત ખાટા કરીને વિજયને વરનારા,
આલેખતાં કથા તમારી કલમને વજન સપૂતો તમને નમન છે શતશત.

ચૈતન્ય જોષી. ' દીપક ' પોરબંદર

Gujarati Blog by રામાશ્રય જ્યુબીલી : 111093379
New bites

The best sellers write on Matrubharti, do you?

Start Writing Now