અનુભવ અતીતનાં તું લખ ટેરવાંના સ્પર્શે.
હશે તનેય એનો કોઈ હરખ ટેરવાંના સ્પર્શે.
ફરતી હતી કેશમહીં કરાંગુલિ જનેતા તણી,
એ અનુભવમાં સ્વર્ગને પરખ ટેરવાંના સ્પર્શે.
ગ્રહી કર કલમને અનુભૂતિ આલેખી હશે,
થયું હશે સર્જન અમૂલખ ટેરવાંના સ્પર્શે.
માશૂકા મધઝરતી જુબાંને જ્યાં સ્પર્શતી,
ટળી જતું જગતનું સર્વ વખ ટેરવાંના સ્પર્શે.
વળી કોઈ પ્રજ્ઞાચક્ષુ કરી અભ્યાસ વાંચે,
જાણે મળી જતું મબલખ ટેરવાંના સ્પર્શે.
ચૈતન્ય જોષી પોરબંદર. ' દીપક '