Gujarati Quote in Thought by Tanvi Tandel

Thought quotes are very popular on BitesApp with millions of authors writing small inspirational quotes in Gujarati daily and inspiring the readers, you can start writing today and fulfill your life of becoming the quotes writer or poem writer.

પ્રેમ શબ્દ સાંભળતા જ નજરોસમક્ષ કોઈ ચહેરો મ્હોરી ઉઠે. પ્રેમ શબ્દ છે જ એટલો મીઠો . વસંત ગણો કે વેલેન્ટાઇન પ્રેમની એક મોસમનો હાલ વાયરો આપણી આસપાસ વહી રહ્યો છે.શું આ વાસંતી વાયરો જીવનમાં અમુક સમય માટે જ હોય શકે?ના, પ્રેમ કઈ દિવસોનો મોહતાજ નથી. પ્રેમ હમેશા આપણી આસપાસ જ છે.બે પ્રેમી યુગલ જ પ્રેમ અનુભવી શકે એવું નથી .ભાઈ બહેન,માતા પિતા,સંતાનો વચ્ચે, પતિ પત્ની,મિત્રો દરેક વચ્ચે પ્રેમ સંધાન છે જ. દિવસભરની દોડધામ પછી ઘરે આવો ને સંતાન એક નાની અમથી બચી ભરી દે ને તો દિવસભરનો થાક એક ક્ષણ માં ઉતરી જાય એવું કેટલાએ અનુભવ્યું હશે.દીકરો ભલે ગમે તેટલો મોટો થયો હોય માં હમેશા તેને ભાવતું ભોજન પ્રેમથી જમાડે છે.દીકરી ભલે સાસરે હોય માતા પિતા ની દરેક સમયે ચિંતા વ્યક્ત કરે એ એનો પ્રેમ છે. મિત્રો વચ્ચે તો અનોખો પ્રેમ રહેલો છે, એકબીજા સાથે ઝઘડવું,રિસાવું,મનાવવું છતાં સાથે ને સાથે .દરેક પતિ પત્ની વૈવાહિક જીવનની શરૂઆત માં લખલૂંટ પ્રેમ ન્યોછાવર કરે છે ને અમુક વર્ષો પછી એ જ પ્રેમ ફરિયાદ ન સૂર માં પરિવર્તિત થઈ જાય છે.શા માટે? જીવન બાગને મઘમઘતો રાખવા જરૂર છે રોજ પ્રેમ જતાવવાની. રોજ એકબીજાને કહેતા રહો કે તમારા જીવનમાં તેની હાજરી કેટલી જરૂરી છે.પ્રેમનો તહેવાર જીવનભર આપણી સાથે છે.બસ જરૂરિયાત છે આપણી આસપાસ વણાયેલા દરેક પ્રેમના સંબંધ ને પારખવાની.જીવનનો દરેક દિવસ વેલેન્ટાઇન જ છે.. તમે જેને પણ પ્રેમ કરો છો તેને કહો કે તમારા જીવનમાં એનું કેટલું મહત્વ છે. એક વાર માટે કલ્પન કરો કે તમારા જીવનમાં રહેલા ક્યાં સંબંધો વિના તમે જીવી શકો છો....એકેય ચહેરાને તમે બાજુ પર નહિ મૂકી શકો.હા તો એ દરેક વ્યક્તિ સાથે તમે પ્રેમદોર થી બંધાયેલા છો. દરેકને પ્રેમ જતાવો..પ્રેમથી જીવન શણગારો.પ્રેમ ની મોસમ રોજ અનુભવો.
Happy valentine day..

Gujarati Thought by Tanvi Tandel : 111092157
New bites

The best sellers write on Matrubharti, do you?

Start Writing Now