સદા પોતાની જ મસ્તીમાં મસ્ત રહેનાર ,
ગમે ત્યાંથી રસ્તાઓ બનાવનાર..
દુનિયા છે...બોલે કંઈ પણ !
તો ય હું દુનિયાથી અલગ વિચારનાર ..
હું કોણ ને કેવો ..?
નિત નવું સાહસ ખેડનારો
સદા કંઈક નવીન કરવામાં મજા માણનારો..
કુદરતના ખોળે રમનારો ,
સવારે સૂરજ ને મીઠું સ્મિત આપનારો..
દુનિયા કંઈ પણ કહેતી હશે મને ,
પણ હું તો નિજાનંદમાં જ રહેનારો..
દરિયાસમ વિશાળ જીંદગીમાં કેટલીય વાર અટવાનારો,
તોયે એમાંથી જ સદા સદા નવું શીખતો રહેનારો..
ગુજરાતની ધરતી પર જન્મ લેનાર ,
હા....હું છું ગુજરાતી પાકો ..