કેમ કોઈ સમજતું નથી મને?
કેમ કોઈ આટલું હેરાન કરે છે મને,
ઘાવ ને છુપાવી હસી લવ છું,
તો કેમ વધુ ને વધુ પીડા પહોંચાડે છે મને,
રોજ રાતે હારી જતી હું,
ફરી સવારે હિંમત થી બહાર નીકળું છું,
તેમ છતાં ખોટી શા માટે લાગુ છું કોઈને
નથી હું બીજા જેમ
વાસ્તવિકતા સાથે કોઈ
સ્વીકારતું કેમ નથી મને!
રોજ પોતાના લોકો સમક્ષ રહેતી હું
શા માટે કોઈ પોતાનું શોધું છું હું
સમજાતું ખરેખર કંઈ જ નથી મને
તેમ છતાં સમજુ છું દરેક ને હું
કહેવું ઘણું છે તમને
પણ આજે આટલું જ રાખીયે...