Gujarati Quote in Blog by રામાશ્રય જ્યુબીલી

Blog quotes are very popular on BitesApp with millions of authors writing small inspirational quotes in Gujarati daily and inspiring the readers, you can start writing today and fulfill your life of becoming the quotes writer or poem writer.

દેખાદેખી કરી અનુકરણ કરવામાં,
ખેંચાઈને પણ સૌની સાથે રહેવામાં,
પાશ્ચાત્ય સંસ્કૃતિને અનુસરવામાં,
અને હું નડ્યો ખુદ મારી જાતને.

ખોટાને મોટા ખર્ચ કરી ભપકો કર્યો,
ના બેલેન્સની વાતે લેશમાત્ર હું ડર્યો,
આગળ એટલો કે ના પાછો હું ફર્યો,
અને હું નડ્યો ખુદ મારી જાતને.

સૌ સાથે હળવામળવા વ્યસને ફસાયો,
ધનથી તો ઠીક પરંતુ તનથી પણ ઘસાયો,
પૈસાની મૂકો વાત, હું ખુદ જ્યાં વપરાયો,
અને હું નડ્યો ખુદ મારી જાતને.

બંધનમોક્ષનું એકમાત્ર કારણ છે મન,
એનું પણ એકમાત્ર નિવારણ છે મન,
ગુમાવી મારું મનોબળ કેવો પસ્તાયો,
અને હું નડ્યો ખુદ મારી જાતને.

ચૈતન્ય જોષી પોરબંદર. ' દીપક '

Gujarati Blog by રામાશ્રય જ્યુબીલી : 111091835
New bites

The best sellers write on Matrubharti, do you?

Start Writing Now