અંગતપળોને સાચવી શકે એ જ ખરો સંયમી.
એકાંતને જ સાચે માણી શકે એ જ ખરો સંયમી.
જાહેરજીવનમાં તો સૌકોઈ સજ્જન દેખાય છે,
નિજજીવનને મુખ્ય ગણી શકે એ જ ખરો સંયમી.
એકાંતે સંભવે બે જ વસ્તુ કાં ભજન કાં વિલાસ,
પ્રભુભજને વૃત્તિને વાળી શકે એ જ ખરો સંયમી.
ભલભલા ભૂલ્યા છેને ફસાયા ભોગમાં એકાંતમાં,
અવાજ આત્માનો જાણી શકે એ જ ખરો સંયમી.
ભૂલ્યા હતા ભાન પરાસર નૌકાવિહારે અંગતસમે,
કામના આક્રમણને ટાળી શકે એ જ ખરો સંયમી.
ચૈતન્ય જોષી પોરબંદર. ' દીપક '