Gujarati Quote in Blog by Bhavesh

Blog quotes are very popular on BitesApp with millions of authors writing small inspirational quotes in Gujarati daily and inspiring the readers, you can start writing today and fulfill your life of becoming the quotes writer or poem writer.

? એક સુંદર મેસેજ...✍
આજનાં પતિ-પત્નીમાં શું ઘટે છે...
જાણવા માટે વાંચો...

સવારનાં નવવાગ્યાની આસપાસનો સમય હતો.પોતાનાં હાથનાં અંગૂઠા પર લીધેલા ટાંકા કઢાવવા માટે એક દાદા નર્સિંગહોમનાં વેઇટિંગ રૂમમાં બેઠા હતા.પોતે ઉતાવળમાં છે એવું દાદાએ નર્સને એકાદ-બે વખત કહ્યું, એટલે નર્સે એમનો કેસ હાથમાં લીધો.દાદાના અંગૂઠા પરનો ઘા જોયો.બધી વિગત જોઇ એ પછી નર્સે અંદર જઇ ડોક્ટરને જાણ કરી.ડોક્ટરે દાદાના ટાંકા કાઢી નાખવાની નર્સને સૂચના આપી.

નર્સે દાદાને ટેબલ પર સૂવડાવ્યા.પછી પૂછ્યું,"દાદા,તમારી ઉતાવળ નું કારણ હું પૂછી શકું?કોઇ બીજા ડૉક્ટરને બતાવવા જવાનું છે?"

"ના બેટા !' પરંતુ બીજા નર્સિંગહોમમાં મારી પત્નીને દાખલ
કરેલી છે.એની સાથે નાસ્તો કરવાનો સમય થઈ ગયો છે. છેલ્લાં પાંચ વર્ષથી સવારે સાડા નવ વાગ્યે એની જોડે જ નાસ્તો કરવાનો મારો અતૂટ ક્રમ રહ્યો છે.છેલ્લાં પાંચ વર્ષથી એ નર્સિંગહોમમાં મારી પત્ની દાખલ છે."

" પાંચ વર્ષથી?શું થયું છે એમને" નર્સે પૂછ્યું.

" એમને અલ્ઝાઇમર(સ્મૃતિભ્રંશ)
નો રોગ થયેલો છે."દાદાએ જવાબ આપ્યો.મોં પર સહાનુભૂતિનાં ભાવ સાથે નર્સે ટાંકા કાઢવાની શરૂઆત કરી.એકાદ ટાંકા નો દોરો ખેંચતી વખતે દાદા થી સિસકારો થઈ ગયો. એટલે એમનું ધ્યાન બીજે દોરવા નર્સે ફરીથી વાત શરૂ કરી," દાદા, તમે મોડા પડશો તો તમારાં પત્ની ચિંતા કરશે કે તમારાં પર ખિજશે ?"

દાદા બે ક્ષણ નર્સ સામે જોઇ રહ્યાં.પછી બોલ્યા:" ના, જરા પણ નહિ, ચિંતા પણ નહિ કરે અને ખિજશે પણ નહિ, કારણ કે એની યાદશક્તિ સંપૂર્ણપણે ચાલી ગઇ છે. એ કોઈને ઓળખતી જ નથી!હું કોણ છું એ પણ એને ખબર નથી!"

નર્સને અત્યંત નવાઇ લાગી. એનાથી પૂછાઇ ગયું:" દાદા ,જે વ્યક્તિ તમને ઓળખતી પણ નથી એનાં માટે છેલ્લાં પાંચ વર્ષથી તમે નિયમિત નર્સિંગહોમમાં જાઓ છો તમે આટલી બધી કાળજી લો છો, પરંતુ તમારી પત્ની ને તો ખબર જ નથી કે તમે કોણ છો?"

દાદાએ નર્સને કહ્યું:" બેટા ! એને ખબર નથી કે હું કોણ છું,પરંતુ મને તો ખબર છે ને કે એ કોણ છે?"

દાદાની આંખોના ખૂણામાં ભીનાશ આવી ગઇ અને નર્સની આંખોમાં આંસુ આવી ગયાં.

સાચો પ્રેમ એટલે સામી વ્યક્તિ જેમ છે તેમ તેનો સંપૂર્ણ સ્વીકાર, એનાં અસ્તિત્વનો સ્વીકાર, જે હતું તેનો સ્વીકાર ભવિષ્યમાં જે હશે તેનો સ્વીકાર અને જે કંઇ નહિ હોય, તેનો સ્વીકાર.

એવો પ્રેમ કરનાર " I LOVE YOU " કહેતા નથી, પણ " LOVE IS MY LIFE " એમ માનીને પ્રેમની ઇજ્જત જાળવે છે...

???

Forwarded

Gujarati Blog by Bhavesh : 111091389
New bites

The best sellers write on Matrubharti, do you?

Start Writing Now