Gujarati Quote in Blog by રામાશ્રય જ્યુબીલી

Blog quotes are very popular on BitesApp with millions of authors writing small inspirational quotes in Gujarati daily and inspiring the readers, you can start writing today and fulfill your life of becoming the quotes writer or poem writer.

સદાકાળ મુજ જીહ્વામાં વસતી માતૃભાષા ગુજરાતી.
મને હરહંમેશ ઉચ્ચારવી ગમતી માતૃભાષા ગુજરાતી.

મળી ભેટ મને મુજ જનેતાથી જન્મ સમયથી સુંદર,
હાલરડાંની હલકમાં હોય વહેતી માતૃભાષા ગુજરાતી.

સરળ, સહજ,સાનુકૂળ સર્વ ગુજરાતીને હોય સાધ્ય,
વ્યાકરણે અલંકારે સાજ સજતી માતૃભાષા ગુજરાતી .

હોય વિદેશે મુલાકાત ક્વચિત જે આપણો ગુજરાતી,
પરિચયે સ્વજનથીય અધિક લાગતી માતૃભાષા ગુજરાતી.

ઘર,કુટુંબ કે પરિચિતોમાંહે સ્થાન અદકેરું જે પામતી,
સ્વપ્નમાં પણ એજ મને સંભળાતી માતૃભાષા ગુજરાતી.

ચૈતન્ય જોષી પોરબંદર.

Gujarati Blog by રામાશ્રય જ્યુબીલી : 111091350
New bites

The best sellers write on Matrubharti, do you?

Start Writing Now