રમૂજી વ્યાખ્યાઓ
1. મન : બ્રેક વિનાની મોટર.
2. રસોડુ : સ્ત્રીઓ ની પ્રયોગશાળા.
3. ઝગડો : મફત માં મનોરંજન.
4. પેટ : ગમે તેવો કચરો નાખવા ની જગ્યા .
5. હોટેલ : રોગો નું પ્રવેશધ્વાર.
6. જેલ : ભાડા વગર નું ઘર.
7. સેન્ડલ : યુવતીઓનું હથિયાર.
8. હજામ : વાળ નો દુશ્મન.
9. ઊંધિયું : શાકભાજી નો કુંભમેળો.
10. મંદિર : વગર પૈસે ચપ્પલ મેળવવા નું સ્થળ.
11. થિયેટર : કળયુગ નું મંદિર.
12. મચ્છર : રાત્રિ નો સંગીતકાર.
13. ચશ્મા : ભાડે લીધેલી આંખો.
14. ભજીયા : ચણા ના લોટ નો અણુબોમ્બ.
15. વૃક્ષ : પંખીઓની ધર્મશાળા .
16. પસ્તાવો : પાપ ધોવા નો માર્ગ.
17. વાનર : દરેક છાપરા ની માલિકી.
18. ભેંસ : દૂધ આપતી ફેક્ટરી .
19. કોલેજ : આધુનિક સ્વર્ગ.
20. બગાસું : ઊંઘ નો ટેલિફોન.
21. સાસુ : પાવર વિનાનો રેડિઓ.
22. સસરો : વહુ નો ચોકીદાર.
23. નાક : ચશ્મા રાખવા નું સ્ટેન્ડ
24. અંબોળો : વાળ ની મિટિંગ.
25. દાઢી : ખાતર વિના નો પાક.
26. વિધાર્થી : ગાઈડ નો પૂજારી.
27. લગ્નદિન : ખુશી નો છેલ્લો દિવસ.
28. વરરાજા : એક દિવસ નો બાદશાહ.
29. સિંદુર : પતિનું લાઇસન્સ.