મનની એકલતા હતી કંઈક અદભૂત ,
જ્યાં મારો શબ્દ વિચાર બની ગયો ...
ખોવાઈ નજર મારાથી મારી ને ,
ક્ષણમાં હું એકાંત બની ગયો ...
જરા જોયું હસીને મેં તરફ મારી ,
ત્યાં તો ભાવ આંખોનો વાદળ બની ગયો ...
સમજાય જ્યાં આ સબંધની રીત ન્યારી ,
ત્યાં તો પળ માં જ એક હું ઓઝલ થઈ ગયો ..