હરેક ના દિલ માં છોકરી ની આશા,
બેઠો પગાર વાળી નોકરી ની આશા.
રહેવું છે મૌજ માં શોધ ઘણી અઘરી,
વિના ખર્ચે મળે એવી લોટરી ની આશા.
ખાલી ખિસ્સા તોય રાખે રૂઆબ જાજા,
ભાળ પડે સૌને તો,ભિખારી ની આશા.
કેવો ગજબ નો દોસ્ત આવ્યો જમાનો,
લગ્ન માં છોકરી ને ફરારી ની આશા.
કુટુંબ કબીલા માં રહેવું નહીં ફાવે,
રાખે જો જબરન બંધ બારીની આશા.
દુનિયા દેખાવની તારું ગજુ ના"પ્રતીક"
રહેવું'તો રાખ થોડી,ખુમારીની આશા.
Dp,"પ્રતીક"