? " ઘર "?
સાંજે 7:00 વાગ્યે મનોજ ઘેર આવ્યો.મનોજ થોડો ઉદાસ હતો.મનમાં અજંપો હતો.ધીમે રહીને ઘરમાં પગ મૂક્યો અને તેણે જોયું તે તેના માન્યમાં ન આવ્યુ.તેના પિતા પુષ્કર રાય તેના બંને બાળકો સાથે કાર્ટુન જોતા હતા.અને તેની બા કાંતાબેન તેની પત્ની ભારતીબેન ને વાનગી શીખવાડતા હતા. ખુરશી પર બેઠા પછી મનોજ બોલ્યો આ 1500 રૂપિયાનો ફ્લાવર વાઝ કોણે તોડ્યો.તરત જ રસોડામાંથી અવાજ આવ્યો અને ભારતી બોલી પપ્પુ એ તોડ્યો.પછી બહાર આવીને ભારતી બોલી કે શાંતા ફઈ આવ્યા હતા.અને કહેતા હતા કે તમે તો નાનપણમાં બહુ જ તોફાન કર્યા છે.અને મમ્મી નો પગ પણ તેમાં જ ગ.યો..................તે બોલી અને ભારતી નીચું જોઈ ગઈ.પછી ધીમે રહીને બોલી કાલે આપણે બધા પિક્નિક પર જઇશું.આ સાંભળીને મનોજનો થાક ઉતરી ગયો.અને તે ખુશ થઈ ગયો...મનોજ ને ખુશ જોઈને કાંતાબેન અને ભારતી પણ ખુશ થઇ ગયા.બંનેએ પોતપોતાના જ વિચાર કર્યો હતો.મનોજ ની હાલત વિશે આજે વિચાર આવ્યો ન હોત તો.તો આવતીકાલે વૃદ્ધાશ્રમમાં.............
આજે ઘર ઘર હતું.
ચંદ્રિકાબેન નરેન્દ્રકુમાર પંડ્યા- ચંદન