પાગલ થી કરવો પ્યાર તમારું ગજુ નથી
જીવન થશે ખુંવાર તમારું ગજુ નથી
તજવા તમારા દ્વાર તમારું ગજુ નથી
તલવાર ની છે ધાર તમારું ગજુ નથી
એતો અમે ત્યજી ને ધરા આવીયે ગગન
થાવું એ હદ ની બાર તમારું ગજુ નથી
રેવાદે પક્ષ લેવો અમારો ભલા થઈ
દુશ્મન થશે હજાર તમારું ગજુ નથી
નાઝિર ની જેમ હસ્તી મીટાવી નહીં શકો
કરશો નહીં કરાર તમારું ગજુ નથી
રચના : નાઝીર દેખૈયા