Hindi Quote in Shayri by A Sindhi

Shayri quotes are very popular on BitesApp with millions of authors writing small inspirational quotes in Hindi daily and inspiring the readers, you can start writing today and fulfill your life of becoming the quotes writer or poem writer.

એક ગમતી પળ મળે તો પણ ઘણું,
કૈંક ભીતર સળવળે તો પણ ઘણું.

એક જણ માટેજ છેડી છે ગઝલ,
એ સભામાં સાંભળે તો પણ ઘણું.

બર્ફની માફક થીજેલી એષણા ,
સ્હેજ અમથી પીગળે તો પણ ઘણું.

હ,અમે ક્યાં સૂર્ય માંગ્યો છે કદી?
કોડિયું પણ ઝળહળે તો પણ ઘણું.

જિન્દગીનો મર્મ બીજો હોય શું?
કોઈ માટે ટળવળે તો પણ ઘણું.

એ ભળે કે ના ભળે ‘નાદાન’ પણ-
તુંય એનામાં ભળે તો પણ ઘણું.

Hindi Shayri by A Sindhi : 111090606
New bites

The best sellers write on Matrubharti, do you?

Start Writing Now