*રાત વીતી ગઈ*
થયો જ્ઞાનનો ઉજાસ અજ્ઞાનની રાત વીતી ગઈ.
થયો અસત્યનો પર્દાફાશ અજ્ઞાનની રાત વીતી ગઈ.
આવ્યું જીવન સામે આશાના ઓરતાઓ લઈને,
લાગે અંતરને કોઈ ખાસ અજ્ઞાનની રાત વીતી ગઈ.
નૂતન જન્મ થવા જેવું જણાયુંને સત્ય થયું અનાવૃત,
ધરા પર જાણે ગગનનો આભાસ અજ્ઞાનની રાત વીતી ગઈ.
ટળી સમસ્યાઓ કેટલી જે અડ્ડો જમાવી બેઠી હતી,
ના રહ્યો પછી શંકાને અવકાશ અજ્ઞાનની રાત વીતી ગઈ.
ખુલાસાઓ આપોઆપ થઈ ગયા વાસ્તવિકતા સમજાતાં,
થઈ પૂર્ણિમા હતી જ્યાં અમાસ અજ્ઞાનરાત વીતી ગઈ.
*ચૈતન્ય જોષી પોરબંદર. '* *દીપક '*
??????????
??????????