જે થવાનું હશે એ થશે જલસા કર,
એટલું મળશે જે હશે જલસા કર.
ગમે એટલા ધમ-પછાડા કરી લે તું,
જે આવ્યો છે એ જશે જલસા કર
તારી મોજમાં મસ્ત ફકીરા થઈ ફર,
ભલે જોઈ કૂતરા ભસે જલસા કર.
ચિંતા ચિતા બને પહેલા સમજી લે,
હસે એનું ઘર જ વસે જલસા કર.
આ "માણસ" તોજ માણસ કેવાય,
દિલમાં એકમેક વસે જલસા કર.
- ચંદ્રેશ સિંગલ "માણસ"