હું કઈ પશ્ચિમી સંસ્કૃતિની વિરોધી નથી, એનું ઘણું અપનાવવા જેવું છે, પણ આપણું ભૂલીને નહિ. ફેબ્રુઆરી આવે એટલે એક પ્રકારનો ઉત્સાહ જાગે પ્રેમીઓમાં અને હોવો પણ જોઈએ, પણ આપણી ભારતીય સંસ્કૃતિનો ખરો પ્રેમનો દિવસ એટલે આજ. વસંત પંચમી. આ સમયે પ્રકૃતિ પણ સોળે શણગાર સજીને પ્રેમીઓનો સાથ આપે છે. વેલેન્ટાઇનના આગમનમાં આપણે આપણું પ્રેમનું પર્વ ન ભૂલીએ, કારણ કે આજથી કુદરત નવોઢાની જેમ ખીલે છે. વસંત એટલે પ્રેમ ને સૌંદર્યનું પર્વ, બધાને વસંત પંચમી તથા મા સરસ્વતી ઉત્પતિ દિનની શુભકામના.....