તારું અને વસંતનું સાથે આગમન સદાય સ્મરણ રહેશે.
ઉઘાડબંધ થતાં સ્થિર થયાં નયન સદાય સ્મરણ રહેશે.
તું આવી કે વસંત આવી નક્કી ના કરી શક્યો અવઢવ,
પહેરીને તું આવી વસંતનાં વસન સદાય સ્મરણ રહેશે.
આમ તો તું આવેને વસંત ન હોય એવું બને ખરું કદાપિ?
સહુ પ્રેમીજનોનાં વીનસને નમન સદાય સ્મરણ રહેશે.
ખળભળી ઉઠ્યું ઝંખનારું એ ઉર મારું થૈને તરંગિત કે?
પછી હરાયું કેવું એકમેકનું એ મન સદાય સ્મરણ રહેશે.
પ્રકૃતિ પણ રહી આવકારી પૂરબહારે એ ખીલી જઈને,
ઘડી રમ્ય કેવી પુલકિત મનને તન સદાય સ્મરણ રહેશે.
ચૈતન્ય જોષી પોરબંદર. ' દીપક '