તારા માટે ખરીદેલી મોંઘી ચોકલેટ
ચાર રસ્તે
હૃદય આકારના ફુગ્ગા વેચતા
નાના બાળક ને આપી દીધી
પણ હજીય
મારા શર્ટ ના ડાબા ખિસ્સામાં
સ્હેજ ડૂચો વળી ગયેલું
તાજું એક સ્મિત વધ્યું છે...
તો ચાલ ને
સામે ગુલમ્હોર ના વૃક્ષ નીચે બેસી
આપણે એને ધીરે રહી ખોલી લઈએ.
એક બીજા ના મનમાં રહેલી
કડવાશ દૂર થાય તો જ
"ચોકલેટ ડે"
સાર્થક કહેવાય.
Happy Chocolate Day...