તારો મારો સાથ જાણે બાગમાં ખીલતું ગુલાબ,
કેવી તાજી અને સુવાસિત આપણી મિત્રતા છે.

તારી મારી વાતો જાણે વસંતમાં મોર ગાતો
કેટલી મીઠી અને સુરીલી આપણી મિત્રતા છે.

તારો મારો વિશ્વાસ જાણે મંદિરમાં ઈશ્વરનો વાસ,
કેટલી સાચી અને પિવત્ર આપણી મિત્રતા છે.

તારો મારો ઝઘડો જાણે હાથમાં રેતી પકડો
કેટલી સીધી અને સાદી આપણી મિત્રતા છે.

તારું મારું જીવન જાણે સમુદ્ર કીનારાનો પવન
કેટલી કોમળ અને ઠંડી આપણી મિત્રતા છે.

~ Dinesh Baraiya

Gujarati Whatsapp-Status by Jignasha Parmar : 111089574
હરિ... 8 year ago

wahh... mast.. mast...

Ketan 8 year ago

વાહહ સરસ...

The best sellers write on Matrubharti, do you?

Start Writing Now