બંસરીના સૂરે મોહી એને ના છોડી શકે રાધા.
સાવ કૃષ્ણ સમર્પિત જીવન ના મોડી શકે રાધા.
અધરે ધરી મોરલી મોહને તોય સૂર છે ઉરના,
પ્રીત પ્રીતમનો પરસ્પર નાતો ના તોડી શકે રાધા.
લખ્યું છે નામ માધવનું એણે રકતમાં બોળીને,
એ રક્તરંજિત કલમને બીજે ના બોળી શકે રાધા.
તડપન,ધડકન,સરગમ, પ્રતિક્ષાને એકાકાર થૈ,
હરાયું દિલ રંગાયું શ્યામરંગે ના ઢંઢોળી શકે રાધા.
પર્યાય બની ગયાં છે ઉભય સાવ એકમેકનાં,
મૂકી ઉર ત્રાજવાનાં પલ્લેને ના તોળી શકે રાધા.
ચૈતન્ય જોષી પોરબંદર. ' દીપક '