અઢળક નફો થયો છે મને તારા પ્રેમમાં,
ભુખરી આંખોમાં નવી ચમક છે મારી કેમકે
ખુલીને હસતા આવડ્યું મને તારા પ્રેમમાં,
એટલે જ જરીક અમથું ટહુકી હું કેમકે
ગીતના સ્વર સમજાયા મને તારા પ્રેમમાં,
હવે હું મુંઝવણ થી અળગી થઇ છું કેમકે
અતરંગી ખુશ્બુ અનુભવાય મને તારા પ્રેમમાં,
ડુબી ગયેલી હું લાગણી ઓના તળે 'ને
ગઝલ ત્યાં તરી ગઈ મારી તારા પ્રેમમાં...
P. K...